*Press Note: Dalit Justice Support Fund*
આઝાદિના ૭-૭ દાયકા બાદ પણ, અનામત-એટ્રોસીટી વગેરે જેવા કાયદાઓ બાદ પણ ભારતની મનુવાદી સામાજીક પરીસ્થિતિમાં કોઇ ખાસ ફર્ક આવ્યો નથી. એકલા ગતિશિલ ગુજરાતની વાત કરીએ તો, આજે પણ રોજના સરેરાશ ૫-૧૦ જેટલા દલિત અત્યાચારના બનાવો બને છે જેમાં સરેરાશ ૨-૩ બનાવો પ્રકાશમાં આવે છે. અનુસુચિત જાતિ વર્ગમાં શિક્ષણ અને જાગૃતિનુ પ્રમાણ વધવાને પરીણામે હવે પોલીસ ફરીયાદો, કોર્ટ કેસ અને સમઢીયાળા ઉના-ગોલાણા-સાંબરડા-થાનગઢ વગેરે જેવા કિસ્સાઓમાં સરકારને હચમચાવી મુકતા આંદોલનો થાય છે. તેમ છતાં પરીસ્થિતિ તેમની તેમજ છે. દર મહિને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં દલિત અત્યાચારનો ભોગ બનેલ પરીવારોની હિજરત થવાના લગભગ ૨-૫ કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે અને પ્રકાશમાં નહિ આવેલા કિસ્સાઓ કેટલા હશે?! એક સર્વે પ્રમાણે દલિત અત્યાચારના કોર્ટ-પોલીસમાં નોંધાયેલ કેસોમાં માંડ અઢી ટકા જેટલા કેસોમાં આરોપીઓને સજા થાય છે જ્યારે બાકિના કેસોમાં અત્યાચારનો ભોગ બનેલ વ્યક્તિ/પરીવાર કંટાળી કેસ પાછો ખેંચવા કે સમાધાન કરતો હોય છે. જેથી દલિત અત્યાચારના મોટા ભાગના કેસોમાં આરોપીઓને સજા થતી જ નથી!!! દલિત અત્યાચારની ઘટના બને ત્યાર બાદ તેનો ભોગ બનેલ વ્યક્તિ/પરીવારને સંભાળવુ, કાયદાકિય રીતે સહાયરુપ બનવુ, મનોબળ પુરુ પાડવુ, તેને આરોપીઓના વિવિધ પેંતરાઓથી બચાવતા કેસનો ચુકાદો ના આવે ત્યા સુધી તેની સાથે રહેવુ વગેરે અંગે આપણી પાસે કોઇ વ્યવસ્થા ના હોવાથી આમ થાય છે જેનુ પરીણામ છે કે આજે પણ દલિત અત્યાચાર બંધ નથી થયા! આના ઉકેલ રુપે *શ્રી વિજય પરમાર (ફોનઃ +૯૧૯૪૨૮૦૪૫૯૭૫); એડવોકેટશ્રી ગોવિંદ પરમાર (ફોનઃ +૯૧૯૪૨૭૫૨૩૪૪૮)* જેવા સામજીક કર્મશીલો દ્વારા Dalit Justice Support Fund નામે એક આર્થીક સહાયનુ માળખુ તૈયાર કરવા માટે થઈને ૨૨-૦૪-૨૦૧૭ ના રોજ હ્યુમન રીસર્ચ ડેવલોપમેંટ સેંટર, સેંટ ઝેવીયર્સ કોલેજ કંપાઉંડ, અમદાવાદ ખાતે એક બેઠક મળી જ્યા જાણીતા સમાજસેવીમિત્રો શ્રી કૌશીક પરમાર (મહેસાણા), શ્રી જયંતિભાઇ માંકડિયા (રાજકોટ), શ્રી મુકેશ લકુમ (ફોનઃ +૯૧૮૭૯૪૯૨૮૫૫૭) વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ ફંડનો ઉપયોગ માત્ર ને માત્ર અનુસુચિત જાતિ વર્ગના દલિત અત્યાચાર કેસોમાં ભોગ બનેલાઓને કોર્ટ કેસ લડવામાં મદદરુપ બનવા કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ. સુચિત ફંડ ઉભુ કરવા માટે થઈને લોકોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવેલ તેમજ ફંડનુ માળખુ અને કાર્યશૈલી એકદમ પારદર્શક બને તે અંગેના મુદ્દાઓ ચર્ચવામાં આવેલ જેમાં બધુ ઓનલાઇન કરવાનુ નક્કિ કરવામાં આવેલ. ટૂંક સમયમાં આ ફંડ અંગેની એક વેબસાઇટ શરુ કરવામાં આવનાર છે જેમાં બધી વિગતો, ઓનલાઇન દાન આપવાની સુવિધા, આવક-જાવકના અપટૂડેટ હિસાબો વગેરે હશે.

No comments:
Post a Comment